કલોલ તાલુકાના નાંદોલી ગામે પ્લેઝર વિલા 2 માં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને બંગલામાં પ્રવેશી અંદરથી ભગવાનની મૂર્તિ અને તેમનો સામાન મળી કુલ રૂપિયા 5,000 ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ અન્ય બે બંગલાઓમાં ઘર આંગણે પડેલ કારના કાચ તોડી કારમાંથી પાકીટની ચોરી કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. કીમતી ચીજ વસ્તુ હાથ ન લાગતા ભગવાનની મૂર્તિ ચોરી ગયા.