અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા મહાનગર પાલિકા દ્વારા હાઈરિસ્ક સ્પોર્ટનો સર્વે કરવામાં આવ્યો છે.શહેરના બહેરામપુરા, દાણીલીમડા,ગોમતીપુર, સરસપુર, અસારવા,જમાલપુરમાં સર્વે કરાયો છે.શહેરમાં પાણી લાઇન લીકેજ થતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઓગસ્ટ માસમાં રોગચાળામાં વધારો થયો છે. ઝાડા-ઉલટીના 378, કમળાના 508, ટાઈફોઈડના 489, કૉલેરાના 10 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 6439 પાણીના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 102 પાણીના સેમ્પલ પરીક્ષણમાં કેલ ગયા હતાં.