કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પ્રેરિત કાલોલ, ઘોઘંબા અને કાલોલ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, સભ્યો, સરપંચો અને કાર્યકરોએ મંગળવારે દિવસ દરમિયાન ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી.તદ્ઉપરાંત વિધાનસભાની ગેલેરી ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના આગ્રહથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરીને સામૂહિક ફોટા અને સેલ્ફી પણ લીધી હતી.