માંડવી પોલીસ સ્ટેશન ખાતે આગામી શ્રી ગણેશ ઉત્સવ અને ઇદે મિલાદ તહેવારની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક બી.કે. વનારની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.DYSPએ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું| હતું. ગણેશ મંડળના આયોજકોને પંડાલોમાં જરૂરી સુરક્ષા સૂચનાઓ આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર થીમ અને સ્વદેશી અપનાવવા અંગે પ્રચાર-પ્રસાર કરવા માટે પણ સૂચનાઓ આપી.