કાલોલ ગોધરા હાઈવે સ્થિત શામળદેવી બસસ્ટેન્ડ પાસે બે દિવસ પહેલાં એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઘોડા બસસ્ટેન્ડ પાસે એક બાઇક ચાલકને અડફેટે લેતાં સામાન્ય ઇજા પહોંચી હતી ત્યારબાદ આગળ જતાં શામળદેવી બસસ્ટેન્ડ પાસે રોડ ની સાઇડ પરના બે ઊભા વૃક્ષોને તોડીને ટ્રક રોડની સાઇડમાં ઉતરી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.જો કે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.જે ટ્રકને બે ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ.