કચ્છ યુનિવર્સિટી દ્વારાઆગામી સમયમાં 15મો પદવિદાન સમારોહ યોજવામાં આવશે.જેમાં જે વિદ્યાર્થીઓ ડિગ્રી ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોય તેવા છાત્રો માટે અંતિમ તક આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી - વંચિત રહી ગયા હોય તેઓ 15 અને 16 સપ્ટેમ્બરના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી શાખા રૂમ નંબર 114 ખાતે ઓફલાઈન પદ્ધતિથી ફોર્મ ભરી 700 ફી ભરવાની રહેશે. ફોર્મ ભરતી વખતે ફોટોગ્રાફ અને સેમેસ્ટરની નકલ જોડવાની રહેશે.