નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સીણધઈ ગામમાં શનિવારે આવેલા તોફાની વાવાઝોડાએ 150થી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. પતરા અને નળિયા ઉડી જવાથી તેમજ દીવાલો ધરાશાયી થવાથી આદિવાસી પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને સહાય પહોંચાડવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી.