વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં દર વખતે કાઉન્સિલરની રજૂઆતની અવગણના કરાતી હોવાના આક્ષેપ કાઉન્સિલર આશિષ જોષીએ કર્યા હતા.નાગરિકોના પ્રશ્નોની રજૂઆત અનેક વખત કરવામાં આવી હતી.કચરા કલેક્શનની ડોર ટુ ડોરની ગાડીઓ,પુર અને બોટ પલ્ટી જતા લોકો મરી જાય છે.અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે જેની અવગણના કરી ત્યારે મારે એસીબીમાં રજૂઆત કરવી પડી,આજે નહીં તો કાલે જે પણ સત્યતા પુરાવા સાચા છે એનો નિકાલ આવશે તેમ જણાવ્યું હતું.