વડોદરા : હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથધરાયું હતું.શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વરછતા કે સંગ સાથેની થીમ જાહેર કરી છે.સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલા સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવશે.પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કામગીરી કરાઈ હતી.જેમાં તમામ પીઆઈ પણ જોડાયા હતા.