સમગ્ર દેશમાં આગામી તા.૨ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લમાં “હર ઘર તિરંગા” અભિયાનની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાય હતી.