બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી રાહને અલગ તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે. આ નિર્ણયથી આસપાસના ગામડાંઓના લોકોને 10થી 15 કિલોમીટરના અંતરે જ તમામ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.સ્થાનિક લોકોએ ભાજપ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો છે. નવા તાલુકાની રચનાથી વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયથી લોકોનો સમય અને નાણાં બંનેનો બચાવ થશે.