ભાણવડમાં બહેન દીકરીઓની સુરક્ષાને લઈને શી ટીમ સતર્ક; વિવિધ ગરબી, નવરાત્રીમાં રાખી રહી છે નજર નવરાત્રિમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બહેન દીકરીઓની સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસની વિવિધ ટીમો દ્વારા પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ભાણવડ પોલીસની શી ટીમ દ્વારા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ભાણવડની વિવિધ ગરબીઓ અને નવરાત્રીઓમાં નજર રાખવામાં આવી રહી છે.