જામસર ચોકડી નજીક આવેલ એક્સલ પેપર મીલમાં આજરોજ વહેલી સવારે ૨:૩૦ વાગ્યાની આસપાસ મિલમાં રાખવામાં આવેલ વેસ્ટ પેપરના ઢગલામાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી બનાવની જાણ થતાં જ તાત્કાલિક વાંકાનેરથી ફાયર બ્રિગેની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય, ત્યારે સતત પાંચ કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી હાલ સવારે નવ વાગ્યે આગ પર કાબુ મેળવાયો હતો.