આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ 2.30 કલાક સુધીમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારીના અધ્યક્ષ સ્થાને અરજી ચકાસણી કામગીરી હાથ ધરાઈ. દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષ સ્થાને સીડીપીઓ અને સબંધિત ટીમના સભ્યો સાથે કાર્યકરો અને તેડાગરોની અરજીઓની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી. દાહોદ જિલ્લામાં હાલ આંગણવાડી કેન્દ્રો ખાતે કાર્યકરો અને તેડાગરોની ભરતી માટે જાહેરાત કરાઈ હતી.