થરાદના ડોડગામ ગામના રહેવાસી ભરતભાઈ ની મોટરસાયકલની ચોરી થવાની ઘટના સામે આવી છે. ભરતભાઈએ તેમની એચએફ ડીલક્ષ કંપનીની મોટરસાયકલ મિત્રને આપી હતી. જે મિત્ર ગોકુળભાઈએ મોટરસાયકલ રાધે ગેસ્ટ હાઉસ બહાર પાર્ક કરી હતી. જ્યારે તેઓ ગેસ્ટ હાઉસમાંથી પરત આવ્યા ત્યારે મોટરસાયકલ ગાયબ હતી.ચોરી થયેલી મોટરસાયકલનો કિંમત રૂ.40,000 આંકવામાં આવી છે. ભરતભાઈએ જણાવ્યું કે મોટરસાયકલનો વીમો પૂરો થઈ ગયો હોવાથી તેમણે તરત ફરિયાદ નોંધાવી ન હતી. હવે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.