વડોદરા : છેલ્લા કેટલાય દિવસોથી વરસતા સતત વરસાદે નદી સરોવરોના જળસ્તરમાં વધારો કર્યો છે.તેની અસર રૂપે કમાટીબાગ વિસ્તારમાં એક ઘટના બની હતી.સતત વરસતા વરસાદ અને આજવા સરોવરની ગેટ ખોલવામાં આવતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યુ હતું.અને નદીના પાણીના પ્રભાવથી કમાટીબાગના શૌચાલય પાછળ માટી બેસી જતાં રેલિંગ તૂટી પડ્યું હતું.ખતરાને ટાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સિક્યુરિટી ગાર્ડ્સને ડ્યુટી પર મુકાયા છે.