સરહદી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ભારેભારે પવનના પ્રકોપે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને પપૈયાનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. બાજરી, જુવાર, એરંડા અને મગફળી જેવા ખરીફ પાકો પણ પવન અને વરસાદથી બરબાદ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.ખેડૂતોએ જણાવ્યું કે પવનના ભારે ઝાપટાથી પપૈયાના છોડ તૂટી પડ્યા છે અને દાડમ સહિતના બાગાયતી પાકને પણ ભારે નુકસાન થયું છે.