જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પ્રજાના ટેક્સના પૈસાથી ત્રણ વિદેશી કારોને ખરીદી કર્યાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવતા ખળભડાટ મચી ગયો છે. જુનાગઢ શહેરમાં એક પણ કામ આંખે વળગે તેવું જનતાની સુવિધા માટે કરેલ ન હોય પરંતુ પદાધિકારીઓની સુવિધા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.