જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રીએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને સાંભળ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન સહાય મેળવવાની અરજી, ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણી, પાણીના વહેણ, સાર્વજનિક પ્લોટમાં દબાણ, આવાસ યોજના, બિનખેતી, ગૌચરની જમીન, વન વિભાગ વગેરે અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.