પાટણ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર છ માં આવેલ ટેલીફોન એક્શન થી ગાયત્રી મંદિર તરફ જતા રોડ પાસે આવેલ કેનાલ પર પ્રોટેકશન હોલ બનાવવામાં આવી છે આ સામાન્ય વરસાદની અંદર પ્રોટેક્શન વોલ નો નીચેનો ભાગ તૂટી ગયેલ છે આ પ્રોટેક્શન વાલે રીપેર કરવામાં નહીં આવે તો જો વધુ વરસાદ થાય તો કેનાલ પરની આખી પ્રોટેકશન વોલ પડી જશે અને બાજુ પર આવેલો ટેલીફોન એક્શનથી ગાયત્રી મંદિર તરફ જતો રોડ પણ પાણીમાં ધોવાઈ જશે તેવી રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ દ્વારા કરાઈ છે.