થરાદ તાલુકાના જાણદી ગામની મહિલા પશુપાલક શારદાબેન પરસોત્તમભાઈ પટેલને બનાસ લક્ષ્મી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૨.૨૦ લાખ લિટરથી વધુ દૂધનું ભરાવ્યું હતું. આ દૂધની કુલ કિંમત રૂપિયા ૭૨,૨૬,૭૬૫.૫૧ થાય છે.શારદાબેન જાણદી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છે. તેમણે થરાદ તાલુકામાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ તેમને રૂપિયા ૭,૫૦૦નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.