જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પાટરિયા ના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવંશી સર્ટીફીકેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં જમીન માટે નકલી સોલવંશી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. ત્યારે SOG પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.