બપોરે 2 વાગ્યાની મુલાકાત દરમ્યાન સતલાસણાના ગંજ બજાર સામે આવેલી 6 દુકાનોના તાળા તૂટ્યાની માહિતી સામે આવી છે, રવિવાર હોવાથી દુકાનદારોને મોડા ખબર પડી હતી જેને લઈને દુકાનદારો દુકાન પર દોડી આવ્યા હતા અને દુકાનોમાં તપાસ કરી સતલાસણા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે આવીને વધું તપાસ હાથ ધરી છે. સતલાસણા પંથકમાં ચોરો બેફામ બનીને દુકાન ચોરી, ઘરફોડ ચોરી અને વાહન ચોરીઓને અંજામ આપી ફરાર થઈ રહ્યા છે ત્યારે સતલાસણાની જનતામાં માલસામાનને લઈને ડર પણ ફેલાયો છે.