કાલોલ શહેર તેમજ વેજલપુર નજીકથી હાલોલ શામળાજી હાઈવે રોડ ઉપર ઠેર ઠેર પાંચ થી છ ફૂટના મોટા મોટા ખાડાઓને પડી ગયાં છે.જેને કારણે વારંવાર અકસ્માતો થાય છે અને કેટલાય નિર્દોષ લોકો જીવ ગુમાવે છે.જ્યારે એમ્બ્યુલન્સ હાલોલ શામળાજી હાઇવે રોડ ઉપર વેજલપુર નજીકથી પસાર થાય છે ત્યારે ખાડાઓને કારણે તે દર્દીને સમયસર હોસ્પિટલમાં પહોંચાડી શકતી નથી.