મુળી તાલુકાના ખંપાળિયા ગામે વરસતા વરસાદમાં અંડર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કર્યો છે જેમાં વરસતા વરસાદે અંડરબ્રિજની કામગીરી હાથ ધરાતા ગુણવત્તા ભર્યું કામ નહીં થતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો આ સાથે અંડર બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર અને સરપંચની મિલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે