રાણપુર તાલુકાના બોડિયા ગામ ખાતે પશુપાલન વિભાગ દ્વારા FIP(પશુ આરોગ્ય સારવાર કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગાંધીનગર પશુપાલન વડી કચેરી ખાતેથી,બોટાદ જિલ્લા લાયઝન ઓફિસરશ્રી ડૉ.એસ.એસ.પટેલ, સરપંચશ્રી સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યાં હતાં અને કેમ્પનું જાત નિરક્ષણ કર્યુ હતું. આ મુલાકાતમાં અધિકારીઓ દ્વારા પશુપાલકોને જરૂરી સલાહ સૂચનો, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને રસીકરણ કરાવવા બાબતે જાણકારી આપી હતી