અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં વરસાદની તોફાની બેટીગ જોવા મળી હતી.અચાનક પડેલા ભારે વરસાદને કારણે મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો તથા પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ગત કેટલાક દિવસોથી ઉકળાટ અને ભેજ વચ્ચે લોકો પરેશાન હતા, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદને કારણે બજાર વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં ભક્તો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા.