આજરોજ તા. 11/09/2025, ગુરૂવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે અમન પાર્ક સોસાયટી પાસે આવેલી વિઝડમ ઈંગ્લીસ સ્કૂલમાં ધોળકા નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ દ્વારા અગ્નિ જાગૃતિ તાલીમ અને મોક ડ્રિલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયર ઓફિસર જવલ જાડેજા સહિત ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.