રાજકોટ: શહેરના ક્રિસ્ટલ મોલ પાસે આજે બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, બંને રિક્ષા અચાનક એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે રિક્ષાના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી