ગુરૂવારના 12:00 કલાકે યોજાયેલા વિરોધ પ્રદર્શન ની વિગત મુજબ વલસાડના આરપીએફ રોડ ઉપર ખરાબ રસ્તાને લઇ આજરોજ કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને સાથે જ આ ખાડા ના કારણે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનથી વલસાડના રસ્તાઓની સમસ્યા ફરી એકવાર ચર્ચા ના વિષય બની છે.