ચાલું વર્ષ દરમિયાન ખેડૂતોને પૂરતો ખાતરનો જથ્થો ન મળવાને લઈને બૂમ પડી રહી છે, જો કે ડાંગરની રોપણી કર્યા બાદ સમયસર ખાતર નહીં મળે તો પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સ્થાનિક આદિવાસી અગ્રણી દિવ્યેશ પટેલે સોશિયલ મીડિયા થકી સ્થાનિક વહીવટી તંત્ર, પુરવઠા વિભાગ થતા સ્થાનિક રાજકીય અગ્રણીઓને ખાતરના મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવવા અનુરોધ કરાયો છે, જે અંગે પ્રતિક્રિયા તારીખ 7 ઓગસ્ટ 2025 ના સવારે અંદાજે 10:30 કલાકે સોશિયલ મીડિયા થકી મળી છે.