અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં એક બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. પરિવાર અમદાવાદમાં માંદા સ્વજનની ખબર કાઢવા ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરના તાળા તોડીને કુલ ₹69,400ની માલમત્તાની ચોરી કરી છે. નવીનભાઈ કરશનભાઈ ચારણે આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તસ્કરો સોનાની બે ચેઇન,બુટ્ટી,સોનાની વીંટી,સોનાનું પેન્ડલ,ચાંદીના ઝાંઝરાની ત્રણ જોડી,ચાંદીના બે મંગળસૂત્ર અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.