અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે બે ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવવામાં આવી રહ્યો છે બાતમીના આધારે એલસીબી રતનપુર થી મોડાસા તાલુકાના જીવનપુર થઈ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને ત્યારબાદ ધનસુરા તાલુકાના કારોલી નજીક પહોંચી હતી પોલીસે બંને ગાડી પકડી પાડી તેમાંથી કુલ 31,45,575 નો મુદ્દા માલ કબજે કર્યો હતો