ગોધરા તાલુકાના સામલી ગામ પાસે ચાર ઇસમોએ મુથુટ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ધર્મેન્દ્ર ચૌહાણ પર હુમલો કરી 1.44 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ધર્મેન્દ્ર ગ્રાહકો પાસેથી ઉઘરાણી કરીને ઓફિસે પરત ફરતા હતા ત્યારે હુમલાખોરોએ બાઇક રોકાવી, મારપીટ કરી અને કારમાં બેસાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી રોકડ ભરેલી બેગ છીનવી લીધી. ઘટનામાં ઘાયલ ધર્મેન્દ્રને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસએ ફરિયાદ નોંધી અજાણ્યા લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે.