કચ્છમાં કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં કામસર આવતા લોકોને કોઈ અગવડ ન પડે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી. ચૌહાણ દ્વારા ફરી ત્રણ જાહેરનામા અમલી બનાવાયા છે, જે અંતર્ગત જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃ ત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતા વ