તલોદના વાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવકનું મોત સાબરકાંઠામાં તલોદના મોયદ ગામનો વતની અને વાવડી ગામે મામાના ઘરે રહેતો26 વર્ષીય યુવક તળાવમાં નાહવા ગયો હતો.. જોકે તળાવના ઊંડા પાણીમાં ગરગાવ થઈ જતા મોત નીપજ્યું. હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો અને તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.