આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે લોકો દ્વારા રોડ રીપેરીંગ માટે માંગ કરાઈ.પીપલોદ ગામે સ્ટેટ હાઈવે બન્યો ઉબડ ખાબડ જેને લઇ વાહન ચાલકો તેમજ જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પીપલોદ ગામે ગોધરા ઇન્દોર હાઈવે જોડતું આ ગામ છે. તે ગામના રોડની હાલત કફોડી બની.પીપલોદ ગામેથી દેવગઢ બારીયા તરફ જતો આ રોડ છે.તે પીપલોદ ચોકડીથી લઈને સરકારી દવાખાના સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે.