આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ સવારે 8 કલાકે અકસ્માત સર્જાયો.વહેલી સવારે વાદળછાયા વાતાવરણ તેમજ ધોધમાર વરસાદ વચ્ચે વાસિયા સ્ટેશને બસનો સામસામે અકસ્માત સર્જાયો.વહેલી સવારે સંજેલી થી ઝાલોદ રોડ તરફ પસાર થતાં બે બસોનો સામ સામે અકસ્માતની ઘટના બનતા દોડધામ મચી.અકસ્માતની ઘટનામાં ડ્રાઇવરને ઇજા થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી.ઘટના સંદર્ભે તાત્કાલિક 108 ને જાણ કરાતા જ 108 ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત ડ્રાઇવરોને સંજેલી CHC ખાતે ખસેડવામાં આવ્યો.