This browser does not support the video element.
નવસારી: નવસારી રૂરલ પોલીસે બોરિયાચ ખાતેથી ટ્રકમાંથી ₹20.31 લાખનો દારૂ ઝડપી, બે આરોપી ઝડપાયા
Navsari, Navsari | Sep 4, 2025
નવસારી રૂરલ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દમણથી ગુજરાત તરફ આવતો ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બોરીયાચ ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં. 48 પર રોકાયેલા સ્કાય બ્લ્યુ કલરના ટાટા કંપનીના એલપી ટ્રક (GJ-18-AX-2388)ની તપાસ કરતા 100 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી અને વોડકાની નાની-મોટી 3,000 બોટલો મળી આવી, જેની કિંમત ₹13,20,000/- થાય છે.