સુરતના પલસાણાના જોળવા ગામે સંતોષ મિલમાં 1લી સપ્ટેમ્બરે ડ્રમ વોશર ફાટવાની ઘટનામાં અત્યાર સુધી 8 કામદારોના મોત થયા છે. પોલીસે ડ્રમ ઓપરેટર અને સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધીને મિલ માલિકો અને સંચાલકોને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.1 સપ્ટેમ્બરે જોળવા ગામની સંતોષ મિલમાં ડ્રમ વોશર ફાટતાં પ્રચંડ વિસ્ફોટ થતાં શરૂઆતમાં બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય કામદારોનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક સતત વધતો થયો.