સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે શરૂ થયેલી “સરદાર સન્માન યાત્રા”નું ગોધરા શહેરમાં ભવ્ય સ્વાગત થયું, બારડોલીથી શરૂ થઈ સોમનાથ તરફ જતી આ યાત્રાનો પ્રવેશ પંચમહાલમાં હાલોલથી થઈ ગોધરા પહોંચ્યો હતો. યાત્રા પ્રસંગે સરદારનગર ખાતે પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ ઉપસ્થિત રહ્યા. ગોધરાનો સરદાર સાથેનો ઐતિહાસિક સંબંધ યાદ કરવામાં આવ્યો હતો.