મહેસાણા શહેરના કસ્બા કુંભારવાસ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને મહેસાણા એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી ફૈજલ ઉર્ફે બીડી સેતા પાસેથી 1.655 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આ ગાંજો તે રાજસ્થાનથી લાવીને મહેસાણામાં વેચાણ કરતો હતો.