નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી તા.૩૦/૦૮/૨૫ ના પૂર્વ કચ્છ જીલ્લાના પોલીસ હેડ ક્વાટર શિણાય ખાતે રાખેલ હતી જેમાં અલગ-અલગ કુલ ૧૧ જેટલી ગેમ્સનું આયોજન કરેલ હતું.જેમાં કુલ અલગ-અલગ ૦૬ સ્કુલમાંથી ૨૮૦ જેટલા બાળકો આવેલ હતા તેમજ પૂર્વ કચ્છ પોલીસ માંથી ૦૮ અધિકારીઓ અને ૫૮ કર્મચારીઓએ ભાગ લીધો હતો.જેમાં રમતના અંતે વિજેતા રમતવીરોને શિલ્ડ આપી તેમજ ગેમ્સમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી સન્માનીત કરેલ હતા.જેની માહિતી આજરોજ સાંજના 7:00 વાગ્યે આપવામાં આવી.