ચીખલી પોલીસે બાતમીના આધારે હુમલા થી ટાંકલ તરફ આવતા જાહેર રોડ ઉપર ટ્રક નંબર એમએચ41 au 8110 ના કેબિન ના પાછળના ભાગમાં બનાવેલ ચોર ખાનામાં કુલ 136 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી ની નાની મોટી બાટલીઓ મળી કુલ નંગ 5120 જેની કિંમત 20,58,000 નો પ્રોહી મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રક મળી બે મોબાઈલ નંગ મળી કુલ 30,68,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.