આમોદ શહેર ખાતે આવતી કાલે શ્રીજીની વિદાયની શોભાયાત્રા નીકળવાની હોવાથી આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આમોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.કરમતીયા દ્વારા તમામ હાજર પોલીસ કાફલાને, આમોદ પંથકના જરૂરી સ્થળોએ પોલીસ પોઇન્ટ મુકવાની દિશામાં માર્ગદર્શન અપાયું હતું. બંદોબસ્તમાં ડી.વાય.એસ.પી. સહિત કુલ ૧૫ અધિકારી તથા આશરે ૪૦૦ પોલીસ જવાનો ખડકાવવ