મોરબી જિલ્લાના ચકચારી એવા વજેપર અને સરવડ ગામના જમીન કૌભાંડોમાં માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયાની સંડોવણી ખુલતા તેની સામે ગુનો નોંધાયા બાદ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોય, ત્યારે આ મામલે આજરોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સરપંચ પદેથી હટાવવામાં આવ્યા છે.