નવસારી જિલ્લામાં દુઃખદ ઘટના સામે આવી છે. ગઈકાલે બે બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એકનો વિરાવળ અને એક નો જલાલપોર થી મૃતદેહ મળ્યો. આજે સવારે તેમની માતાનો મૃતદેહ પણ કારડી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો છે. મૃતક પરિવારની ઓળખ જમાલપુરના રહેવાસી તરીકે થઈ ચૂકી છે. આ સમગ્ર મામલે DYSP દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે.