ભારત વિકાસ પરિષદ, થરાદ દ્વારા જરૂરિયાતમંદ શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક હરિદ્વાર યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ નવેમ્બર માસમાં યોજાશે. પ્રવાસમાં થરાદ શહેર અને તાલુકાના એવા શ્રદ્ધાળુઓને પ્રાધાન્ય આપવામાં આવશે જેમણે અત્યાર સુધી ગંગા સ્નાન કર્યું નથી અને જેમની આર્થિક સ્થિતિ સાધારણ છે.