જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.ઉપરવાસમાં ભારે વરસાદ ની લઈને વાત્રક જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે વાત્રક જળાશયના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા .જેમાં 12500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું