ઉમરગામ ભાઠી રોડ ખાતે કલ્પતરુ બિલ્ડિંગનાએ વિંગમાં રહેતી 18 વર્ષીય અનુબેન ઉમેશ ગોપીચંદ ચૌહાણ 25 ઓગસ્ટના રોજ ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. યુવતી બ્યુટી પાર્લરનો ધંધો કરતી હોય પિતા ઉમેશભાઇએ તમામ સ્થળે તેની શોધખોળ કરી હતી. કોઇ જગ્યાએ પત્તો ન લાગતા ઉમરગામ પોલીસ મથકમાં ગુમની ફરિયાદ કરાઇ છે. ગુમ યુવતીએ બ્લેક સલવાર અને બ્લેક પાઇજામો પહેરેલો છે.